Friday, June 5, 2009

અમારાં પાડોશી ની એક જ દીકરી,એના લગ્ન લેવાણા. અને ઇ પણ પાછાં દિલ્હી. લગ્ન થઇ ગયાં . દીકરી સાસરે ચાલી ગઇ. માતા પિતા એકલા થઇ ગયાં. થોડાં દિવસ પછી દીકરી રહેવા આવી.બન્ને ની ખુશી નો કોઈ પાર ન હતો.પણ આખરે દીકરી, એનો પાછા જવા નો દિવસ પણ આવી ગયો. આજે એમનુ ઘર ખુલ્લું જ હતુ.જાણે દીકરી પિયર ના વાતા વરણ ને મન મા સમાવી લેવા માંગતી હોય આખ્ખો દિવસ હુ જ્યારે નજર કરું ત્યારે માતા અને દીકરી ભેંટી ને રડતા હતા. પણ એના પપ્પા ચુપચાપ દીકરી ને જોતા હતા. ત્યારે એમને જોઇને મારા થી એક કવિતા લખાઈ ગઇ. એ આજે રજુ કરું છું. મારી ખૂબ ગમતિ ક્રુતી મા ની એક આ છે.


"થોડી થોડી વારે ગળે મળી રડતા હતા ,બન્ને મા-દીકરી,
રડવું હતું મારે પણ ,પણ હું તો પુરુષ હતો.
આજે દીકરી મારી જાતી હતીસાસરે પાછી,
આંખ ભરાઇ આવતી હતી મારી પણ,
પણ હુ તો પુરુષ હતો..
પસીના લૂછવા નુ બહાનું કરી ને ,
લૂછી નાખતો હતો હુ આંખ મારી,
કારણ કે હુ તો ભાઈ પુરુષ હતો..
જવા પહેલા મારી દીકરી બેઠી મારી બાજુ માં ,
હાથ રાખ્યો મારા ખભા પર
અને જોયુ મને મન ભરીને ભેટી પડયા
અમે આખરે રડતા રડતા ..
હું પણ રડ્યો ધ્રુસ્કે ધ્રુસ્કે કારણ હું એક પિતા પણ હતો ..

નીતા કોટેચા
એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો. હુ એમને ત્યા ગઇ. ત્યા તેઓ તો શાંતિ થી સુતા હતા હવે એમને કાંઈજ ફરક ન હતો કે કોણ રડૅ છે. કોણ એમના મ્રુત્યુ થી ખુશ થાય છે.પણ એમને જોઇને મને એમ થયુ કે જો તેઓ વિચારી શક્તા હોત તો શુ વિચારત.



"મારી કબર પાછળ રોવા વાળા બહુ હતા,
સાચા કરતા કદાચ ખોટા બહુ હતા.
જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,
મરી ગયા નો અફ્સોસ કરવાવાળા બહુ હતા.


જીદગી મા હસી તો બહુ જ ઓછી હોઈશ હુ,
તો પણ મરી ગયા નુ દુઃખ કરવા વાળા બહુ હતા.
ખરાબ જ કહી હત જીવતા મને બસ જેમણૅ
એજ કહેતા હતા કે, મરી ગયા એ
બહેન સારા બહુ હતા

જીદગી અને મૌત માં આજ અંતર છે,
પારકા દેખાતા હતા એ બધા જેને
ગણ્યા પોતાના બહુ હતા."

નીતા કોટેચા

પત્થર

કેટલા માં વસેલો છે પત્થર
આડૉ આવે છે પણ કામનો છે પત્થર
દુનિયાને ચલાવનારો છે પત્થર
પુરુષો ના હ્ર્દય છે પત્થર
અમીરો નાં મકાન માંછે પત્થર
ગરીબો ની ધરતી માં છે પત્થર
વિશાળ ડૂંગરાઓ માં છે પત્થર
નાના માટી નાં ગોળા માં છે પત્થર
હવે તો હદ થઇ ગઇ કેમકે
મારી કવિતા માં પણ ઘુસી ગયો છે પત્થર...

નીતા કોટેચા
...
સવારે થાય તુ માળી,રાત્રે નિન્દ્રા રાણી,

પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.

દુ;ખ આપી ને જોતો, અને સાંત્વનાં પણ દેતો,

પેટ ની ભુખ તે બધાની પુરી પાડી.

પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.

સુખ આપિને કરાવ્યો જલશો.

પણ સાથે કહેતો અંતર ની વાણી.

હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.

દુનિયા નાં લોકો તો કદી પોતાનાં

અને કદી થયા પારકા.

પણ હે પ્રભુ તે કદી અમારી સાથે

તારી નાળ ન કાપી.
હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન
પીછાણી
ક્દી ન પીછાણી ....

નીતા કોટેચા
વ્યક્તી વરતાઈ આવે છે ,
વાતો માં વિનય પરથી.

વ્હાલ વરતાઈ આવે છે,
નયનો નાં અમી પરથી .

ધીરજ વરતાઈ આવે છે,
જીભ નાં અંકુશ પરથી...


દોસ્ત વરતાઈ આવે છે,
વેરી નાં વેર પરથી.

અને

નફરત વરતાઈ આવે છે,
આંખ ની કીકી પરથી...

નીતા કોટેચા

ગુનેહગાર

તને કહ્યા વગર તને પ્રેમ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી .

તને કહ્યા વગર તને મારામાં મહેસુસ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી.

તુ ચાહે મને કે ન ચાહે,
મને કાંઈ ફરક પડતો નથી.

તારી પાસે રહી ને તને કાંઇ ન કહુ,
એમાં તો તારી ગુનેહગાર નથી...

નીતા કોટેચા

જિંદગી.

રડાવે ત્યારેખૂબ રડાવે છે જિંદગી,
હસાવે ત્યારે ખૂબ હસાવે છે જિંદગી .
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
થકાવે ત્યારે ખૂબ થકાવે છે જિંદગી.

દિવસો શાંતીથી કાઢવા હોય છે,
જીવન શાંતીથી જીવવુ હૉય છે.
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
એની મરજી પ્રમાણે ચલાવે છે જિંદગી.....

નીતા કોટેચા
બચપન માં બચપન ને
ખિલવાની જગા આપો
તો
યુવાની માં એમને, વડિલો ને સાચવો ,
એમ કહેવુ નહી પડે.

નીતા કોટેચા

કોરી પાટી

નાનુ બાળક પાછુ બનવુ છે મારે,
માનાં ખોળામાં પાછુ સુવુ છે મારે
દુનીયા થી દુર રહેવૂ છે મારે,
પાલવ માં છુપાઈ જાવુ છે મારે.

મગજ ખાલી કરી નાંખવુ છે મારે,
માસુમ પાછુ બની જાવુ છે મારે
લખેલુ છે એટલુ કે
ભુંસાતા જિંદગી પુરી થઈ જાશે
કોરી પાટી બની જાવુ છે મારે....

નીતા કોટેચા


૯.૫૫ ની લોકલ


મુંબઈ ની લોકલ એટ્લે
મુંબઈ ની જાન,
યાતનાં ઓ ની ખાણ
અને
સંબધો ની ભરમાર.

વર્ષો થી હુ સફર કરતો હતો,
રોજ સવારની ૧૦.૫ માં
આજે મને મલી ૯.૫૫

અરે મારા મિત્રો મને શોધતા હશે
પણ મને મલી આજે ૯.૫૫

રોજ ભિંસાતો,લટક્તો જાતો,
પણ આજે તો મને જગા પણ મલી ગઈ.
લોકો બુમો પાડતા હતા,
ખાલી કરો,જગ્યા કરો,
અને મારી માટે બધાએ જગ્યા કરી.

મને પણ અચરજ થાતુ હતુ કે ,
આજે મને જગ્યા મલી?

સાયન આવ્યુ અને મને ઉતારી દીધો.
અરે પણ મારે તો જાવુ છે દાદર.

કાંઇક કહુ ત્યા તો એમબ્યુલન્સ માં મને નાખી દીધો,
અને થોડી વારમાં તો ,
પોસ્ટ્મોર્ટમ વાળા ઓ ને સોંપી દીધો।

હવે ખબર પડી મને કે
કેમ મને જગ્યા મલી
અને
કેમ મલી મને આજે ૯.૫૫

નીતા કોટેચા

દિવાળી.

ક્યાંક પ્રગટે ઘી નાં દીવા,
ક્યાંક અંધારી રાત છે.

ક્યાંક છે મહેફીલો ની કતાર
ક્યાંક છે તપેલા ખાલી.

ક્યાંક છે નવા કપડા ઓ નાં ઢગલા
ક્યાંક છે શરીર ઢાકવાનાં વાંધા.

ક્યાંક દેખાડા કે અમે ખુશ છીયે,
કોઇક મન નાં રાજા.

આ દુનીયા છે એક ખેલ તમાશો,
ક્યાંક છે નાટક અને કયાંક હકિકત.

કોઇ ખુશ નથી મન થી ,
આ તો દુનીયા ને દેખાડવાના દિવસો.

નીતા કોટેચા
મ્રુત્યુને સાથે લઈ ને ફરતા શીખો,
મ્રુત્યુ ને ઉત્સવ ની જેમ માણતા શીખો.
જીવન સુધારવુ હોય જો,
તો ક્ષણે ક્ષણે મ્રુત્યુ ને યાદ રાખતા શીખો
ભુલો થી ભરીને જિંદગી જીવવી ન હોય,
તો
મ્રુત્યુ ને માથા પર લઈને ફરતા શીખો .

નીતા કોટેચા
અભિમાન નાં નશા માં ચકચુર થયેલા
એવા લોકો મને મલ્યા જે ,
મદિરા પીને લથડતા લોકો કરતા
પણ ખરાબ હતા.
અને
એક સેંકડ માં હ્રદય નાં
ટુકડે ટુકડા કરી નાંખતા
લોકો મને મલ્યા
જે ભ્રુણ હત્યા કરવા વાળા ઓ
કરતા પણ ખરાબ હતા।

નીતા કોટેચા
કદી એમ થાય તુ છો.
કદી એમ થાય તુ છો?

કદી એમ થાય કે,
તુ જ અમને સંભાળે છે.
કદી એમ થાય કે તુ અમને
સંભાળે છે?

કદી એમ થાય કે
તે જ જીવન આપ્યુ।
તો કદી એમ થાય કે
, તુ મરણ કેવી રીતે આપે?

તુ જ જીવન દાતા
અને
તુ જ મ્રુત્યુ દાતા
બેઉ કેવી રીતે એક માં સમાણા?

કદી એમ થાય કે
હા તુ છે અમારો.
પણ
કદી એમ થાય કે
શુ અમે છીયે તારા?

નીતા કોટેચા
પાનખર માં પડેલાં પાન ને જોઇને
દુઃખ થાય છે કે
આ ઝાડ પાછુ લીલુછમ થાશે ક્યારે?
અને વંસત ઋતુ માં ફુલોને જોઇને
દુઃખ થાય છે કે
આ ફુલો પણ ઝાડ ને છોડી ને ખરી પડશે?

નીતા કોટેચા
આમ ને આમ જિંદગી પુરી થઈ જાશે,
કેટકેટલી વાતો મનમાં જ દબાઈ જાશે।

કરીશ જો વાત પોતા સાથે તો
મૌત જલ્દી આવીને ઉભુ રહેશે,
અને કહીશ જો કોઇક ને તો
મન દર્દ વગર જ મરી જશે.

નીતા કોટેચા
તારા થી દૂર થવું મને ફાવે તેમ ન હતુ,
અને
મારી સાથે રહેવુ તને ફાવે એમ ન હતુ.

હું તારી યાદ માં જીવુ છુ હર પળ
અને
તુ મને ભૂલીને જ જીવી શકે છે.
હું તારા વગર જીવી નહી શકું
પણ
તું મારી સાથે જીવી નહીં શકે

આખરે
મે નક્કી કર્યુ કે
તારી સાથે જીવી ને તને હેરાન કરવુ
એના કરતા
તારા વગર જ મરવુ સારુ.

નીતા કોટેચા
સુરજ એ ચદ્ર ને કહ્યુ ,
"તુ આવ તો મને આરામ મલે"
ચદ્ર એ અમાસ ને કહ્યુ,
"તુ આવ તો મને આરામ મલે"
પ્રુથવી એ પ્રભુ ને કહ્યુ,
"માનવી ઉપાડ તો મને આરામ મલે"
માનવી એ માનવી ને કહ્યુ
"તુ શાંત થા તો મને આરામ મલે"
.
હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ
"તુ આવ તો મને આરામ મલે"

નીતા કોટેચા

ચક્રવ્યુહ્




મને લાગ્યુ જે સાચુ,એ તમને ખોટુ લાગ્યુ.

સંબધ માં તિરાડ પડવા માટે બસ

આ એક હતુ બહાનુ,



ખરાખરી નો જંગ તો ત્યારે હતો,

તમે હતા જ્યારે મારા વિરોધી ઓ માં.



લડુ કેમ તમારી સાથે હુ તો ,

તમે હતા મને જીવ થી વ્હાલા.



જિંદગી નાં હર એક ખુણે થી ,

જો જિંદગી નિહાળશું,



એવા ચક્રવ્યુહ માં વિંટાયેલા હશુ,

જે ઉભા કર્યા, આપણે જ હતા.

નીતા કોટેચા
સાગરે ભળાવી પોતાનાં માં નદી ને,
તે મને તારા માં ભળાવી નહી .
કાં તુ સાગર બરોબર ન હતો ,
કાં હુ નદી બરોબર ન હતી.
તારી યાદ માં હુ જીવે રાખુ છુ ,
અને તારી જુદાઈ માં તડપે રાખું છુ.
તે મને તારી બનાવી નહી ,
પણ હુ હંમેશા તને હ્રદય માં રાખુ છુ.
એટલે તો કહુ છુ કે.
કાં તુ સાગર બરોબર ન હતો,
કાં હુ નદી બરોબર ન હતી.

નીતા કોટેચા
આ જિંદગી સુની વેરાન છે આવી જા,
આ મૌત પણ હવે બેતાબ છે આવી જા.

આ નયનો ને તારી જ રાહ છે આવી જા,
આ અશ્રુ પણ દુનીયાં ડુબાવશે આવી જા.

એક જ હવે તો આશ છે આવી જા ,
આ મનને કરવાં છે દિદાર તુ આવી જા.

બસ હવે મૌત ની અમાનત થઈ ચુકી છુ, સમજી લે,
અરે મારા જનાઝાં માં તો, હવે તુ આવી જા.

નીતા કોટેચા
માણસ નાં સમુહ માં માણસ ને ગોતુ છુ,
હુ મારી માટે એક હમરાઝ ગોતુ છુ.

શ્વાસો નાં સમુંદર માં એવા શ્વાસ ને ગોતુ છુ,
જે મારી માટે જીવી હોય, એવી એક ક્ષણ ગોતુ છુ.

પોતાનાં ઓ નાં ટોળા છે,
પણ પારકા માં ગોતુ છુ.
પોતાનાં કહી શકાય એવા, એક જ ઇન્સાન ને ગોતુ છુ.

હમરાઝ, હમસફર,હમદર્દ અને એક મયખાનુ ગોતુ છુ.
જ્યાં હ્રદય ખાલી થાય, એવુ એક હ્રદય ગોતુ છુ.

નીતા કોટેચા
આવ મારી પાસે જો, હું તને પ્રેમ કરુ.
મારા કરતાં વિશેષ, હું તને પ્રેમ કરુ.

વ્યકત કરવામાં ભુલ થઈ ગઈ મારી ,
પણ બાંધી જો સંબધ મારી સાથે,
જો હું તને કેવો પ્રેમ કરુ.

હાસ્ય થી જીવન ભરી દઈશ ,
દુઃખ તારા બધા ભુલાવી દઈશ.
મારી અંદર દર્દ હશે કેટલુ પણ .
તોય જોજે, હું તને કેવો પ્રેમ કરુ.

કયો શ્વાસ છેલ્લો હશે કોને ખબર છે,
ઐ દોસ્ત,મારી ભુલો ભુલી જો ,
પછી જો, હું તને કેવો પ્રેમ કરુ.

નીતા કોટેચા
તારી તસ્વીર મેં ચુમી હજારો વાર,
તારી તસ્વીર હ્રદય થી લગાડી હજારો વાર.
કેટ કેટલી વાતો કરી મે તારી તસ્વીર સાથે .
પણ તુ, ચુપ છો.

રિસાણી હતી તુ મારાથી, કેટ કેટલી મે મનાવી તને.
હસતો ચહેરો છે તારો તસ્વીર માં,
પણ બોલતી નથી કાંઇ,
કેમ, તુ ચુપ છો?

નાદાન છુ,પ્રેમાળ છુ. પાગલ છુ તારા પ્રેમ માં,
નથી જોઇતુ કાંઇ વધારે પણ સહેવાસ તો આપજે તારો
કેટ કેટલું માંગુ છુ,
પણ છતા, તુ ચુપ છો.

રહી શકે છે કેવી રીતે દુર મારાથી તુ ,
હુ તો પળે પળે મરુ છુ તારી જુદાઈ માં.
મારા તડપ નો અહેસાસ છે તને,
પણ છતા તુ ચુપ છો.

નીતા કોટેચા
મન વગર,
મગજ વગર,
માણસો વગર,
મતલબ વગર
મથામણ વગર,
મથાળા વગર,
મનોરંજન વગર,
મનોવિકાર વગર્,
મહેફિલ વગર્,
અને ખાસ તો
મોબાઈલ વગર
મારે એક દિવસ જીવવુ છે.
શું આ ઈછ્છા પુરી થાશે?
કે પછી મારી જિંદગી ની ઇછ્છા
મ્રુત્યુ પછી જ પુરી થાશે.

નીતા કોટેચા

14 th feb...

પ્રેમ માં ગળાડુબ રહેવુ સૌને ગમે છે,
સાથે લોકોની મજાક થી બચવુ પણ પડે છે..

પ્રેમ માં પડે છે કોઇ, એમ કેમ બોલાય છે?
પ્રેમ માં તો આસમાન પર પ્રેમી ઓ ચડે છે.

પ્રેમ માં મસ્ત બનીને ફરવુ બધાને ગમે છે,
પણ પ્રેમ માં વફાદારી કેટલાં નીભાવે છે?

સાથી નાં હ્રદય ની લાગણી ઓની ખબર પણ નથી હોતી ,
અનેપ્રેમ છે પ્રેમ છે ,બુમો પાડ્યા કરે છે.

એક દિવસ ફક્ત હોતો નથી, પ્રેમ જતાવવાનોં દોસ્તો
દિવસ રાત પ્રેમી ઓ પ્રેમ માં ઝુર્યા કરે છે...

આંધળા અનુકરણ ની દોટ મુકી છે આપણે તો,
હ્રદય ને સંભાળવાની કદર પણ હોતી નથી .

ક્રુષણ એ કર્યો પ્રેમ,
રાધા સાથે, મીરા સાથે,
અર્જુન સાથે,બલરામ સાથે,
રુક્ષમણી સાથે કુંતી સાથે ,
ભીષ્મપીતામહ સાથે,
યશોદા મૈયા સાથે,દેવકી માતા સાથે,
અને હજારો લાખો ગોપી ઓ સાથે
છતા કોઈયે એની ખેંચાતાણી કદી કરી નહી.

આપણે તો, એક નજર પણ જો કોઈને જોઇ લે આપણો સાથી,
તો સાથ છોડવા પર આવી જાઈયે છીયે.

નીતા કોટેચા
આપણે બધા કહેતા હોઈયે છીયે કે જે હોય એ, અપનાવી લેવુ જોઈયે.
આપણે વિચારીયે તો દુ;ખ અને આપણે વિચારીયે તો સુખ છે.
પણ હ્રદય પર હાથ રાખીને વિચારજો કે શું હુ કહુ છુ એ બરોબર છે??



આ દુનીયા ફકત ખુશી નો દરિયો નથી,

આ જગત ફકત હાસ્ય નો ફુવારો નથી.

કર્મ નાં આધારે પોતાનાં, પારકા થાય
અને
પારકા, પોતાનાં થાય છે .
સપનાં ઓ નાં હાસ્ય થી અલગ
આંસુ ઓ ની દુનીયા છે।
સંબધો માં ભારોભાર સ્વાર્થ ની આ દુનીયાં છે...
માનીયે છીયે, એટલી સરળ નથી
આ જિંદગી।
હા , બનાવટી હાસ્ય અને આંડબર ની આ દુનીયાં છે.
કહે જો કોઇ કે, હુ મન થી ખુશ છુ.
હુ માનીશ કે જો પાછુ ખોટા દેખાડા ની આ દુનીયા છે...

નીતા કોટેચા

પથ્થર દિલ

તારા સિવાય દુનીયા ખાલી હતી, એવુ ન હતુ,
પણ તારા વગર દુનીયા સુની લાગશે એ નક્કી છે

તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.

તુ મને ન ચાહે એ ચાલશે,
પણ મને જો તને, ચાહવા નહી દે, તો હ્રદય ટુટશે એ નક્કી છે.

તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.

તને પથ્થર દિલ બનાવી એમાં મારા હ્રદય નો શું વાંક?
હુ તારા જેવી નહી બની શકુ એ પણ નક્કી છે।



નીતા કોટેચા

અવાજ નથી હોતો

હ્રદય માં થી જો નીકળે નિસાસો
તો એનો અવાજ નથી હોતો ..
આંખો માં થી જો સરી પડે જો અશ્રુ
તો એનો અવાજ નથી હોતો..
હ્રદય જો ટુટે તો
એનો પણ અવાજ નથી હોતો..
અંતર માં ઉઠે જો વેદના
તો એનો પણ અવાજ નથી હોતો..
હીબકે ચડે જો મન તો
એ હીબકા ઓ નો પણ અવાજ નથી હોતો..
સુસવાટા સાથે ચાલતુ હોય જો મગજ માં તોફાન
તો એ સુસવાટા નો પણ અવાજ નથી હોતો..
લાગણી ભીના સંબધો કોઇ ન બાંધતા, કોઇ સાથે
કારણ
જો સંબધ ટુટે છે તો એનાં ટુટવા નો પણ અવાજ નથી હોતો...


નીતા કોટેચા

માણસ સંબંધ ભૂલી શકે છે..



પથ્થર, પ્રભુ બની શકે છે


ને માણસ, પથ્થર બની શકે છે


કેટલાં પણ હો ગાઢ સંબંધ


પણ


માણસ, સંબંધ ભૂલી શકે છે..


આ જગત અને જગતનાં લોકો ને,

આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ


કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે.

નીતા કોટેચા

મારે અલગ જીવવુ છેં..




ઝાકળ ના બિંદુ થી બનાવેલા, સરોવરમા મારે નહાવું છે.

સપનાંની બનાવેલી દુનિયામાં મારે જીવવું છેં.


પ્રેમ ના લેબલ લગાવીને, વાસના સંતોષાય છે ચારે કોર,


તો પણ મારે તો રાધા ક્ર્ષ્ણ જેવાં પ્યાર માટે જીવવું છે.


હયાતી મારે જ મારી નથી જોતી હવે તો,


આ જિંદગી નામના નરક માથી મારે બચવુ છેં.


મિત્રતા તો મરી પરવારી છે જાણે અહીંયાં તો,


તો પણ ક્રુષ્ણ સુદામા જેવા, અનુભવો મારે જીવવા છેં.


રક્ષાબંધન નો ત્યોહાર જાણે, નામનો રહી ગયો છેં,



તો પણ સુભદ્રા બનીને ક્રુષ્ણ ને, ભાઈ બનાવવો છે.


દુનિયા થી હું અલગ છૂ થોડી, મને પણ ખબર છેં.


તોય કળી યુગ માં સત યુગ ના, સપના મારે જોવા છે.



નીતા કોટેચા

કોને ફરિયાદ કરીએ?



આભ જ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ?


પોતાનાં જ રિસાય, ત્યારે
કોને ફરિયાદ કરીએ?



દરિયો જો ગાંડોતૂર થાય, તો કોને ફરિયાદ કરીએ?

ત્યારે આપણે હોઈએ જો મધદરિયે, તો કોને ફરિયાદ કરીએ?

ગુંજન અને કલરવ સાંભળવાનાં શોખીન છીએ અમે,

પણ પક્ષી
રિસાય, તો કોને ફરિયાદ કરીએ?

ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે,

પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?

નીતા કોટેચા

થાય તો



મારી વ્યથામા તારુ હાસ્ય ભળે,
તો મારી પીડા માં વધારો થાય....

મારી આંખોમાં તારો ઇંતજાર ભળે,
તો મારા અશ્રુમાં વધારો થાય....

મુજ થી બહુ નજદીક છો તુ,
પણ તારાથી બહુ હુ દુર..

આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય...


નીતા કોટેચા

સપના


સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,


હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...


મનને મુકી દીધુ માળવે થોડી વાર,


અને દુનીયા ને કરી દીધી દુર...



સપના મે સજાવ્યાં તારી સાથે,


અને હાસ્ય ફર્યુ ચારે કોર....


ત્યાં તો મનનાં હીબકા નો અવાજ સંભળાયો,


અને દુનીયા ઘેરી વળી જાણે પુર..



સપનાઓ પણ તુટી ગયા આજે પાછા,


અને હાસ્ય પલટાણુ રુદન માં પાછું..


પાછુ મન ગયુ વિચારો નાં વમળ માં,


અને દુનીયા થી થઈ ગઈ હુ દુર॥

નીતા કોટેચા

વધારે



હ્રદય થી જે હોય નજીક એ જ ડંખ મારે વધારે....
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....

હોંઠ પર જેનુ નામ હોય હંમેશા
એ જ તરસાવે વધારે....

અને

વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....

પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....

હ્રદય નાં હર ધબકારે જે પીડા જ આપે..
એ જ જીવાડે વધારે...

બદદુઆ પણ નીકળતી નથી એ દગાખોર દોસ્ત..
કારણ
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...


નીતા કોટેચા

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની

તારા દોસ્તોની યાદીમાં મારું નામ ક્યાંય દેખાતું નથી,
અને
મારા હ્રદયમાં થી તારું નામ ભુસાતુ નથી...

આ કેવી દોસ્તી છે મારી મને ખબર નથી
કે તને હું યાદ આવતી નથી
અને તુ મને ભુલાતી નથી...

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
અને હ્રદયની વ્યથાની,
કારણ
તું કોઈને હ્રદયમાં સજાવતી નથી..
અને તોય કોઈનાં હ્રદયમાથી નીકળતી નથી.....


નીતા કોટેચા

સમય દેજે




હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે..

ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...



દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે..

દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...

જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં

થોડું સરખું કરવાનો સમય દેજે..



લોકો જે દૂર થયા છે,

એની પાસે જવાનો સમય દેજે...

અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી

આ દુનીયામાં

એ મન ને મનાવવાનો સમય દેજે....

નીતા કોટેચા

એક નાની દીકરી ની માતા મૃત્યુ પામી॥ત્યારે એ રડતા રડતા એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે લખાયેલી એક વાત.................

.......................


જે દુનિયાને છોડી ને ગઈ એ ભલે કોઈક ની પત્ની

કોઈક ની બહેન

કોઈક ની દીકરી

અને કોઈક ની વહુ હતી..

પણ હે માતા તુ કેમ ગઈ ???

તારી દીકરી ને આ બેદર્દ દુનિયાનાં ભરોસે મૂકીને જીવ કેમ ચાલ્યો તારો જવાનો...

રસ્તો ઓળંગતા કેટલું તુ એને સંભાળતી,

અને પ્રેમ થી કેટલું તુ એને સમજાવતી,

કેટલું પ્રેમ થી તુ એને કોળીયા ભરાવતી, અને કેવા પ્રેમ થી તુ એને લાડ લડાવતી...

આજે કોના ભરોસે નોધારી મુકીને તુ ચાલી ગઇ...

જો એ પણ કહે છે રડતા રડતા...

મમ્મી મને પણ plsss સાથે લઈ જા..

તોય કેમ આજે તુ પીગળતી નથી???

નીતા કોટેચા

નથી...


કાંટો થી ભરેલો પાલવ,

કોઈનો હોતો નથી....

અને

ફૂલો થી ભરેલી રાહ ,

જિંદગી ની હોતી નથી...

આંસું વગર ના નયનો,

કોઈનાં હોતા નથી...

અને

ઉદાસી વગર નું

હાસ્ય કોઈનું હોતુ નથી...

વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..

છતા પણ

સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...


નીતા કોટેચા...

નક્કી છેં..

કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....

જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....

ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...

સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....

નીતા કોટેચા...

ભ્રમ

એકલો અટુલો હુ મારી જિંદગી નો મુસાફીર બની ગયો...
તારો સાથ હતો છતાં, હુ એકલો રહી ગયો..
કહે છે લોકો મને, કે તુ પ્રેમ કરે છે મને બહુ ,
છતાં એ માનવા મારો ભ્રમ ઓછો પડી ગયો...
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે
એટલે જ .
સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો..


નીતા કોટેચા

તો દોષ તને જ કેમ

કેવી છે તારી મૈત્રી કે મને ભૂલી ને પણ તુ ખુશ છો..
રોજ એ વિચારી ને હું દુખી થતી..
પણ આજે અચાનક વિચાર આવ્યો કે જીવું તો હુ પણ છું જ ને...
તો દોષ તને જ કેમ???

નીતા કોટેચા

મારી સમજ

મારી સમજ ની વિરુધ્ધ્દ હુ જવા તૈયાર નથી..
અને
તારી સમજ ને સમજ્યા સીવાય હું સમજવા તૈયાર નથી...
લોકો કહે છે કે,
અમે કહીયે એ સાચ્ચુ તો હુ સમજુ એ ખોટુ એ માનવા હું તૈયાર નથી...


નીતા કોટેચા

દોસ્ત

મારી યાદ તને એવું સતાવશે એ દોસ્ત,
કે ,
અરીસા માં જોઇશ તોય તને મારી તસવીર દેખાશે..
.તે મારુ મન તોડ્યું છે એવુ કે કદી જોડાશે નહી ..
પણ બધાં ટુકડા માં તને તુ દેખાશે..


નીતા કોટેચા

ન જોયો

ભર બપોરનો છાંયડો જોયો

અને

જોયો સમી સાંજ નો તડકો..

આ દુનીયા માં જોયુ બહુ બધુ

પણ પ્રેમ નો ઓછાયો જ ન જોયો..

બે પંખી કરતા હતા વાત

તો એ વાત કેવી હતી..

ગામ ફર્યા અને દેશ ફર્યા

પણ

સાચ્ચો માનવ ન જોયો..

માનવ છે તરબતર સમ્રુધ્ધી થી

અને છે ભરપૂર બનાવટી સંબંધો થી ..

જોયા અમે તો ક્યાંક, ટોળે મળીને હસતા લોકો ને

પણ મનથી કોઈને હસતા ન જોયો....

નીતા કોટેચા

હ્રદય મારી પાસે પણ નથી

તારુ દર્દ જો હુ ન સમજુ
અથવા
જો હુ તને દર્દ આપુ ..
તો એક વાત તો પાક્કી કે હ્રદય મારી પાસે પણ નથી..

નીતા કોટેચા.

શું કરવુ

તારા અને મારા હ્રદય વચ્ચે આ દીવાલ બંધાણી ક્યારે ખબર ન પડી ...

પુલ ટુટત તો ચાલત..આ દીવાલ નું શું કરવુ??

તારા અને મારા સંબધ વચ્ચે આ શંકા આવી ક્યાંથી ...

અબોલા હોત તો ચાલત પણ આ નફરત નું શું કરવુ??

તારા અને મારા વચ્ચે આ મૌન ક્યાંથી આવ્યુ ખબર ન પડી ...

ઝગડો થયો હોત તો ચાલત..પણ આ શીત યુધ્ધ નુ શું કરવુ??

તારા અને મારા વચ્ચે સંબધ જ ન બંધાણો હોત તો ચાલત..

પણ આ તારા વગર જીવાતુ નથી એનું શું કરવુ..ખબર નથી પડતી...



નીતા કોટેચા...

ઓ મમ્મી મને માફ કરી દે જે..

એક વાર તુ રડી પડી હતી ...

મારાથી તને જોર થી કંઇક કહેવાઈ ગયું હતું..

પણ તુ રસોડા માં કામ કરતા કરતા રડતી હતી..

મને જણાવવા ન દીધુ હતું..

અને હુ અચાનક પાણી પીવા રસોડાં માં આવી ,

તો જોયુ તો તારી આંખો માં થી અશ્રુ સતત વહેતા હતા.

મે પૂછ્યું શું થયું મમ્મી,કેમ રડે છે??

તો તે કહ્યું નીતા, મારુ બાળક મને જોરથી કંઇક કહે તો હુ કેમ સહન કરુ??

મને બહુ જ દુખ થયું હતુ..મે મારી માતા નું હ્રદય દુભવ્યું ..

હુ એને વળગી પડી અને મે કહ્યું તો તુ મને વઢ ને ..કેમ ચુપચાપ રડે છે??

તો તે કહ્યું ..ના, હુ જોર થી બોલું તો તને દુખ થાય ને નીતા...

એ વાત આજે પણ યાદ કરીને હુ રડી પડુ છુ મમ્મી..

મને માફ કરી દે જે મમ્મી ..


નીતા કોટેચા..
સમય ક્યાં છે કોઇને કે એ સમય કાઢે મારી માટે..

અને સમય કયાં છે કોઇને કે જે પુછે હાલત મારી ...

આટલા વર્ષો માં મળ્યાં એવા જ બધા ..

ચલો આજ એક નો ઉમેરો થઈ ગયો...

નીતા કોટેચા
ઊકળતા આંસું મે જો્યા..

અને ઠંડાં નિસાસા મે જો્યા..

જરા જરા સી વાત પર માણસ ને મે ટુટતા જો્યા..

હવે ક્યાં રહી છે એ સહનશકતી ની વાતો ..

હવે તો વાતે વાતે માણસ ને મે વેચાતા અને ખરીદતા પણ જો્યા..

કરશું ક્યારે પોતાનાં આત્મા નો ઉધ્ધાર??

અહીંયાં તો ક્ષણે ક્ષણે મે આત્મા ને કચડતા જોયા....

હવે ભરોસો કરવો કોનો ..

અહીંયાં તો ભગવાન ને પણ હવે રીસાતા જો્યા..


નીતા કોટેચા

Thursday, June 4, 2009

ધારતા ધારતા બધુ, જિંદગી પુરી થઈ ગઈ ...
અને તુ મારી, તુ મારી..
કહેતા કહેતા જિંદગી પુરી થઈ ગઈ ..
હુ જ મૂરખ ..ના સમજી આ જગત નાં સંબંધો ને...
અને બધાને હ્રદય માં રાખતા રાખતા જિંદગી પુરી થઈ ગઈ..
નીતા કોટેચા
કંઇક અલગ જ સંબંધ બાધ્યાં હતા તમારી સાથે ...
કે જે કદાચ એક ભ્રાંતી હતી ..
અને જે ભ્રાંતી હતી એને જ સાચા સંબંધ માની બેઠી હતી હુ ...
લ્યો કેવો જાદુ છે આ અજબ ગજબ ની દુનિયા નો...
નીતા કોટેચા
આ મને શું સપનું આવ્યું કે તમે પાસે હતા..
અને હવે મને કેમ તમે દેખાતા નથી ..
અને આ શું??
મને થયું કે તમે મારા હતા..
પણ હવે તો સપના માં પણ મલતા નથી તમે...
નીતા કોટેચા..
શબ્દો ખોવાઈ ગયા છે સંબંધો ની માયા જાળ મા..
અને અટપટું લાગે છે સગળુ ..
આ દંભ ભરી દુનીયા માં..
ગોતવા લોકો નો પ્રેમ નીકળી ગઈ છુ,
હુ તો શ્વાસ ઉધાર મૂકી ને...
પણ પોતાનાં રહ્યાં નથી પોતાનાં હવે,
જીવન મરણ વચ્ચે નાં સંબંધ સુધી...
નીતા કોટેચા
ગગન માં માંડી મીટ મે અને વાદળાં ની હાર માળા જોઇ..
એક વાદળું મને લાગ્યું,
જાણે સૂરજ દાદા નો રથ,
અને બીજું વાદળું જાણે એક નાનું બાળક..
અરે ત્યાં એની બાજુ નું જાણે એક ભયંકર રાક્ષસ..
અને એ બાળક માટે મારું હ્રદય ડરી ગયું ..
પછી ધ્યાન ગયું કે આ હતી મારી કલ્પનાઓ ..
આ કલ્પનાઓ જ આપણને કેટલી કરે છે હેરાન
અને કરે છે મનમાં ઊભી રાગ દ્વેષ ની ભાવનાઓ..
બધાજ સંબંધો અને બધી જ પરિસ્થિતિઓ ,
બધુજ છે એક કાલ્પનિક જિંદગી ..
આજે હશું અને કાલે કદાચ આપણે જ નહી પણ હોઇયે ..
આ કાલ્પનિક જગત માં..
તો કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે,
ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ, એ દોસ્તો..
નીતા કોટેચા