Friday, June 5, 2009

અમારાં પાડોશી ની એક જ દીકરી,એના લગ્ન લેવાણા. અને ઇ પણ પાછાં દિલ્હી. લગ્ન થઇ ગયાં . દીકરી સાસરે ચાલી ગઇ. માતા પિતા એકલા થઇ ગયાં. થોડાં દિવસ પછી દીકરી રહેવા આવી.બન્ને ની ખુશી નો કોઈ પાર ન હતો.પણ આખરે દીકરી, એનો પાછા જવા નો દિવસ પણ આવી ગયો. આજે એમનુ ઘર ખુલ્લું જ હતુ.જાણે દીકરી પિયર ના વાતા વરણ ને મન મા સમાવી લેવા માંગતી હોય આખ્ખો દિવસ હુ જ્યારે નજર કરું ત્યારે માતા અને દીકરી ભેંટી ને રડતા હતા. પણ એના પપ્પા ચુપચાપ દીકરી ને જોતા હતા. ત્યારે એમને જોઇને મારા થી એક કવિતા લખાઈ ગઇ. એ આજે રજુ કરું છું. મારી ખૂબ ગમતિ ક્રુતી મા ની એક આ છે.


"થોડી થોડી વારે ગળે મળી રડતા હતા ,બન્ને મા-દીકરી,
રડવું હતું મારે પણ ,પણ હું તો પુરુષ હતો.
આજે દીકરી મારી જાતી હતીસાસરે પાછી,
આંખ ભરાઇ આવતી હતી મારી પણ,
પણ હુ તો પુરુષ હતો..
પસીના લૂછવા નુ બહાનું કરી ને ,
લૂછી નાખતો હતો હુ આંખ મારી,
કારણ કે હુ તો ભાઈ પુરુષ હતો..
જવા પહેલા મારી દીકરી બેઠી મારી બાજુ માં ,
હાથ રાખ્યો મારા ખભા પર
અને જોયુ મને મન ભરીને ભેટી પડયા
અમે આખરે રડતા રડતા ..
હું પણ રડ્યો ધ્રુસ્કે ધ્રુસ્કે કારણ હું એક પિતા પણ હતો ..

નીતા કોટેચા
એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો. હુ એમને ત્યા ગઇ. ત્યા તેઓ તો શાંતિ થી સુતા હતા હવે એમને કાંઈજ ફરક ન હતો કે કોણ રડૅ છે. કોણ એમના મ્રુત્યુ થી ખુશ થાય છે.પણ એમને જોઇને મને એમ થયુ કે જો તેઓ વિચારી શક્તા હોત તો શુ વિચારત.



"મારી કબર પાછળ રોવા વાળા બહુ હતા,
સાચા કરતા કદાચ ખોટા બહુ હતા.
જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,
મરી ગયા નો અફ્સોસ કરવાવાળા બહુ હતા.


જીદગી મા હસી તો બહુ જ ઓછી હોઈશ હુ,
તો પણ મરી ગયા નુ દુઃખ કરવા વાળા બહુ હતા.
ખરાબ જ કહી હત જીવતા મને બસ જેમણૅ
એજ કહેતા હતા કે, મરી ગયા એ
બહેન સારા બહુ હતા

જીદગી અને મૌત માં આજ અંતર છે,
પારકા દેખાતા હતા એ બધા જેને
ગણ્યા પોતાના બહુ હતા."

નીતા કોટેચા

પત્થર

કેટલા માં વસેલો છે પત્થર
આડૉ આવે છે પણ કામનો છે પત્થર
દુનિયાને ચલાવનારો છે પત્થર
પુરુષો ના હ્ર્દય છે પત્થર
અમીરો નાં મકાન માંછે પત્થર
ગરીબો ની ધરતી માં છે પત્થર
વિશાળ ડૂંગરાઓ માં છે પત્થર
નાના માટી નાં ગોળા માં છે પત્થર
હવે તો હદ થઇ ગઇ કેમકે
મારી કવિતા માં પણ ઘુસી ગયો છે પત્થર...

નીતા કોટેચા
...
સવારે થાય તુ માળી,રાત્રે નિન્દ્રા રાણી,

પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.

દુ;ખ આપી ને જોતો, અને સાંત્વનાં પણ દેતો,

પેટ ની ભુખ તે બધાની પુરી પાડી.

પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.

સુખ આપિને કરાવ્યો જલશો.

પણ સાથે કહેતો અંતર ની વાણી.

હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.

દુનિયા નાં લોકો તો કદી પોતાનાં

અને કદી થયા પારકા.

પણ હે પ્રભુ તે કદી અમારી સાથે

તારી નાળ ન કાપી.
હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન
પીછાણી
ક્દી ન પીછાણી ....

નીતા કોટેચા
વ્યક્તી વરતાઈ આવે છે ,
વાતો માં વિનય પરથી.

વ્હાલ વરતાઈ આવે છે,
નયનો નાં અમી પરથી .

ધીરજ વરતાઈ આવે છે,
જીભ નાં અંકુશ પરથી...


દોસ્ત વરતાઈ આવે છે,
વેરી નાં વેર પરથી.

અને

નફરત વરતાઈ આવે છે,
આંખ ની કીકી પરથી...

નીતા કોટેચા

ગુનેહગાર

તને કહ્યા વગર તને પ્રેમ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી .

તને કહ્યા વગર તને મારામાં મહેસુસ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી.

તુ ચાહે મને કે ન ચાહે,
મને કાંઈ ફરક પડતો નથી.

તારી પાસે રહી ને તને કાંઇ ન કહુ,
એમાં તો તારી ગુનેહગાર નથી...

નીતા કોટેચા

જિંદગી.

રડાવે ત્યારેખૂબ રડાવે છે જિંદગી,
હસાવે ત્યારે ખૂબ હસાવે છે જિંદગી .
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
થકાવે ત્યારે ખૂબ થકાવે છે જિંદગી.

દિવસો શાંતીથી કાઢવા હોય છે,
જીવન શાંતીથી જીવવુ હૉય છે.
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
એની મરજી પ્રમાણે ચલાવે છે જિંદગી.....

નીતા કોટેચા