Friday, June 5, 2009

અમારાં પાડોશી ની એક જ દીકરી,એના લગ્ન લેવાણા. અને ઇ પણ પાછાં દિલ્હી. લગ્ન થઇ ગયાં . દીકરી સાસરે ચાલી ગઇ. માતા પિતા એકલા થઇ ગયાં. થોડાં દિવસ પછી દીકરી રહેવા આવી.બન્ને ની ખુશી નો કોઈ પાર ન હતો.પણ આખરે દીકરી, એનો પાછા જવા નો દિવસ પણ આવી ગયો. આજે એમનુ ઘર ખુલ્લું જ હતુ.જાણે દીકરી પિયર ના વાતા વરણ ને મન મા સમાવી લેવા માંગતી હોય આખ્ખો દિવસ હુ જ્યારે નજર કરું ત્યારે માતા અને દીકરી ભેંટી ને રડતા હતા. પણ એના પપ્પા ચુપચાપ દીકરી ને જોતા હતા. ત્યારે એમને જોઇને મારા થી એક કવિતા લખાઈ ગઇ. એ આજે રજુ કરું છું. મારી ખૂબ ગમતિ ક્રુતી મા ની એક આ છે.


"થોડી થોડી વારે ગળે મળી રડતા હતા ,બન્ને મા-દીકરી,
રડવું હતું મારે પણ ,પણ હું તો પુરુષ હતો.
આજે દીકરી મારી જાતી હતીસાસરે પાછી,
આંખ ભરાઇ આવતી હતી મારી પણ,
પણ હુ તો પુરુષ હતો..
પસીના લૂછવા નુ બહાનું કરી ને ,
લૂછી નાખતો હતો હુ આંખ મારી,
કારણ કે હુ તો ભાઈ પુરુષ હતો..
જવા પહેલા મારી દીકરી બેઠી મારી બાજુ માં ,
હાથ રાખ્યો મારા ખભા પર
અને જોયુ મને મન ભરીને ભેટી પડયા
અમે આખરે રડતા રડતા ..
હું પણ રડ્યો ધ્રુસ્કે ધ્રુસ્કે કારણ હું એક પિતા પણ હતો ..

નીતા કોટેચા
એક વાર નજીક ના સ્વજન નો સ્વર્ગવાસ થયો. હુ એમને ત્યા ગઇ. ત્યા તેઓ તો શાંતિ થી સુતા હતા હવે એમને કાંઈજ ફરક ન હતો કે કોણ રડૅ છે. કોણ એમના મ્રુત્યુ થી ખુશ થાય છે.પણ એમને જોઇને મને એમ થયુ કે જો તેઓ વિચારી શક્તા હોત તો શુ વિચારત.



"મારી કબર પાછળ રોવા વાળા બહુ હતા,
સાચા કરતા કદાચ ખોટા બહુ હતા.
જીવતી હતી ત્યારે જીવવા ન દીધુ,
મરી ગયા નો અફ્સોસ કરવાવાળા બહુ હતા.


જીદગી મા હસી તો બહુ જ ઓછી હોઈશ હુ,
તો પણ મરી ગયા નુ દુઃખ કરવા વાળા બહુ હતા.
ખરાબ જ કહી હત જીવતા મને બસ જેમણૅ
એજ કહેતા હતા કે, મરી ગયા એ
બહેન સારા બહુ હતા

જીદગી અને મૌત માં આજ અંતર છે,
પારકા દેખાતા હતા એ બધા જેને
ગણ્યા પોતાના બહુ હતા."

નીતા કોટેચા

પત્થર

કેટલા માં વસેલો છે પત્થર
આડૉ આવે છે પણ કામનો છે પત્થર
દુનિયાને ચલાવનારો છે પત્થર
પુરુષો ના હ્ર્દય છે પત્થર
અમીરો નાં મકાન માંછે પત્થર
ગરીબો ની ધરતી માં છે પત્થર
વિશાળ ડૂંગરાઓ માં છે પત્થર
નાના માટી નાં ગોળા માં છે પત્થર
હવે તો હદ થઇ ગઇ કેમકે
મારી કવિતા માં પણ ઘુસી ગયો છે પત્થર...

નીતા કોટેચા
...
સવારે થાય તુ માળી,રાત્રે નિન્દ્રા રાણી,

પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.

દુ;ખ આપી ને જોતો, અને સાંત્વનાં પણ દેતો,

પેટ ની ભુખ તે બધાની પુરી પાડી.

પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.

સુખ આપિને કરાવ્યો જલશો.

પણ સાથે કહેતો અંતર ની વાણી.

હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.

દુનિયા નાં લોકો તો કદી પોતાનાં

અને કદી થયા પારકા.

પણ હે પ્રભુ તે કદી અમારી સાથે

તારી નાળ ન કાપી.
હે પ્રભુ તોય તારી મમતા અમે કદી ન
પીછાણી
ક્દી ન પીછાણી ....

નીતા કોટેચા
વ્યક્તી વરતાઈ આવે છે ,
વાતો માં વિનય પરથી.

વ્હાલ વરતાઈ આવે છે,
નયનો નાં અમી પરથી .

ધીરજ વરતાઈ આવે છે,
જીભ નાં અંકુશ પરથી...


દોસ્ત વરતાઈ આવે છે,
વેરી નાં વેર પરથી.

અને

નફરત વરતાઈ આવે છે,
આંખ ની કીકી પરથી...

નીતા કોટેચા

ગુનેહગાર

તને કહ્યા વગર તને પ્રેમ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી .

તને કહ્યા વગર તને મારામાં મહેસુસ કરુ,
એમાં તો તારી ગુનેહગાર નથી.

તુ ચાહે મને કે ન ચાહે,
મને કાંઈ ફરક પડતો નથી.

તારી પાસે રહી ને તને કાંઇ ન કહુ,
એમાં તો તારી ગુનેહગાર નથી...

નીતા કોટેચા

જિંદગી.

રડાવે ત્યારેખૂબ રડાવે છે જિંદગી,
હસાવે ત્યારે ખૂબ હસાવે છે જિંદગી .
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
થકાવે ત્યારે ખૂબ થકાવે છે જિંદગી.

દિવસો શાંતીથી કાઢવા હોય છે,
જીવન શાંતીથી જીવવુ હૉય છે.
આ જિંદગી નો ભરોસો કરુ કેટલો?
એની મરજી પ્રમાણે ચલાવે છે જિંદગી.....

નીતા કોટેચા
બચપન માં બચપન ને
ખિલવાની જગા આપો
તો
યુવાની માં એમને, વડિલો ને સાચવો ,
એમ કહેવુ નહી પડે.

નીતા કોટેચા

કોરી પાટી

નાનુ બાળક પાછુ બનવુ છે મારે,
માનાં ખોળામાં પાછુ સુવુ છે મારે
દુનીયા થી દુર રહેવૂ છે મારે,
પાલવ માં છુપાઈ જાવુ છે મારે.

મગજ ખાલી કરી નાંખવુ છે મારે,
માસુમ પાછુ બની જાવુ છે મારે
લખેલુ છે એટલુ કે
ભુંસાતા જિંદગી પુરી થઈ જાશે
કોરી પાટી બની જાવુ છે મારે....

નીતા કોટેચા


૯.૫૫ ની લોકલ


મુંબઈ ની લોકલ એટ્લે
મુંબઈ ની જાન,
યાતનાં ઓ ની ખાણ
અને
સંબધો ની ભરમાર.

વર્ષો થી હુ સફર કરતો હતો,
રોજ સવારની ૧૦.૫ માં
આજે મને મલી ૯.૫૫

અરે મારા મિત્રો મને શોધતા હશે
પણ મને મલી આજે ૯.૫૫

રોજ ભિંસાતો,લટક્તો જાતો,
પણ આજે તો મને જગા પણ મલી ગઈ.
લોકો બુમો પાડતા હતા,
ખાલી કરો,જગ્યા કરો,
અને મારી માટે બધાએ જગ્યા કરી.

મને પણ અચરજ થાતુ હતુ કે ,
આજે મને જગ્યા મલી?

સાયન આવ્યુ અને મને ઉતારી દીધો.
અરે પણ મારે તો જાવુ છે દાદર.

કાંઇક કહુ ત્યા તો એમબ્યુલન્સ માં મને નાખી દીધો,
અને થોડી વારમાં તો ,
પોસ્ટ્મોર્ટમ વાળા ઓ ને સોંપી દીધો।

હવે ખબર પડી મને કે
કેમ મને જગ્યા મલી
અને
કેમ મલી મને આજે ૯.૫૫

નીતા કોટેચા

દિવાળી.

ક્યાંક પ્રગટે ઘી નાં દીવા,
ક્યાંક અંધારી રાત છે.

ક્યાંક છે મહેફીલો ની કતાર
ક્યાંક છે તપેલા ખાલી.

ક્યાંક છે નવા કપડા ઓ નાં ઢગલા
ક્યાંક છે શરીર ઢાકવાનાં વાંધા.

ક્યાંક દેખાડા કે અમે ખુશ છીયે,
કોઇક મન નાં રાજા.

આ દુનીયા છે એક ખેલ તમાશો,
ક્યાંક છે નાટક અને કયાંક હકિકત.

કોઇ ખુશ નથી મન થી ,
આ તો દુનીયા ને દેખાડવાના દિવસો.

નીતા કોટેચા
મ્રુત્યુને સાથે લઈ ને ફરતા શીખો,
મ્રુત્યુ ને ઉત્સવ ની જેમ માણતા શીખો.
જીવન સુધારવુ હોય જો,
તો ક્ષણે ક્ષણે મ્રુત્યુ ને યાદ રાખતા શીખો
ભુલો થી ભરીને જિંદગી જીવવી ન હોય,
તો
મ્રુત્યુ ને માથા પર લઈને ફરતા શીખો .

નીતા કોટેચા
અભિમાન નાં નશા માં ચકચુર થયેલા
એવા લોકો મને મલ્યા જે ,
મદિરા પીને લથડતા લોકો કરતા
પણ ખરાબ હતા.
અને
એક સેંકડ માં હ્રદય નાં
ટુકડે ટુકડા કરી નાંખતા
લોકો મને મલ્યા
જે ભ્રુણ હત્યા કરવા વાળા ઓ
કરતા પણ ખરાબ હતા।

નીતા કોટેચા
કદી એમ થાય તુ છો.
કદી એમ થાય તુ છો?

કદી એમ થાય કે,
તુ જ અમને સંભાળે છે.
કદી એમ થાય કે તુ અમને
સંભાળે છે?

કદી એમ થાય કે
તે જ જીવન આપ્યુ।
તો કદી એમ થાય કે
, તુ મરણ કેવી રીતે આપે?

તુ જ જીવન દાતા
અને
તુ જ મ્રુત્યુ દાતા
બેઉ કેવી રીતે એક માં સમાણા?

કદી એમ થાય કે
હા તુ છે અમારો.
પણ
કદી એમ થાય કે
શુ અમે છીયે તારા?

નીતા કોટેચા
પાનખર માં પડેલાં પાન ને જોઇને
દુઃખ થાય છે કે
આ ઝાડ પાછુ લીલુછમ થાશે ક્યારે?
અને વંસત ઋતુ માં ફુલોને જોઇને
દુઃખ થાય છે કે
આ ફુલો પણ ઝાડ ને છોડી ને ખરી પડશે?

નીતા કોટેચા
આમ ને આમ જિંદગી પુરી થઈ જાશે,
કેટકેટલી વાતો મનમાં જ દબાઈ જાશે।

કરીશ જો વાત પોતા સાથે તો
મૌત જલ્દી આવીને ઉભુ રહેશે,
અને કહીશ જો કોઇક ને તો
મન દર્દ વગર જ મરી જશે.

નીતા કોટેચા
તારા થી દૂર થવું મને ફાવે તેમ ન હતુ,
અને
મારી સાથે રહેવુ તને ફાવે એમ ન હતુ.

હું તારી યાદ માં જીવુ છુ હર પળ
અને
તુ મને ભૂલીને જ જીવી શકે છે.
હું તારા વગર જીવી નહી શકું
પણ
તું મારી સાથે જીવી નહીં શકે

આખરે
મે નક્કી કર્યુ કે
તારી સાથે જીવી ને તને હેરાન કરવુ
એના કરતા
તારા વગર જ મરવુ સારુ.

નીતા કોટેચા
સુરજ એ ચદ્ર ને કહ્યુ ,
"તુ આવ તો મને આરામ મલે"
ચદ્ર એ અમાસ ને કહ્યુ,
"તુ આવ તો મને આરામ મલે"
પ્રુથવી એ પ્રભુ ને કહ્યુ,
"માનવી ઉપાડ તો મને આરામ મલે"
માનવી એ માનવી ને કહ્યુ
"તુ શાંત થા તો મને આરામ મલે"
.
હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ
"તુ આવ તો મને આરામ મલે"

નીતા કોટેચા

ચક્રવ્યુહ્




મને લાગ્યુ જે સાચુ,એ તમને ખોટુ લાગ્યુ.

સંબધ માં તિરાડ પડવા માટે બસ

આ એક હતુ બહાનુ,



ખરાખરી નો જંગ તો ત્યારે હતો,

તમે હતા જ્યારે મારા વિરોધી ઓ માં.



લડુ કેમ તમારી સાથે હુ તો ,

તમે હતા મને જીવ થી વ્હાલા.



જિંદગી નાં હર એક ખુણે થી ,

જો જિંદગી નિહાળશું,



એવા ચક્રવ્યુહ માં વિંટાયેલા હશુ,

જે ઉભા કર્યા, આપણે જ હતા.

નીતા કોટેચા
સાગરે ભળાવી પોતાનાં માં નદી ને,
તે મને તારા માં ભળાવી નહી .
કાં તુ સાગર બરોબર ન હતો ,
કાં હુ નદી બરોબર ન હતી.
તારી યાદ માં હુ જીવે રાખુ છુ ,
અને તારી જુદાઈ માં તડપે રાખું છુ.
તે મને તારી બનાવી નહી ,
પણ હુ હંમેશા તને હ્રદય માં રાખુ છુ.
એટલે તો કહુ છુ કે.
કાં તુ સાગર બરોબર ન હતો,
કાં હુ નદી બરોબર ન હતી.

નીતા કોટેચા